ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, 24 કલાકમાં ગુજરાતના 152 તાલુકાઓમાં મેઘમહેર

gujarat-rain-in-taluka-forecast


છેલ્લા બે દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પડી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી. તેથી ચોમાસાના શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ કેટલીક જગ્યાએ વાવણી પણ શરૂ કરી દીધી છે. આજે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. 

  • છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 152 તાલુકાઓ વરસાદ
  • વલસાડના ઉમરગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
  • વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશી
  • આજે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 152 તાલુકામાં વરસાદ 

ગુજરાતમાં ભારે વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 152 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરતા ઉમરગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. અહીં 24 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

મોરબીમાં 24 કલાકમાં 3.5 ઈંચ વરસાદ

ઉપરાંત છેલ્લા 24 કલાકમાં મહેમદાવાદમાં 4.5 ઈંચ, નડિયાદ 4.5 ઈંચ, મોરબીમાં 3.5 ઈંચ, વઢવાણમાં 3 ઈંચ વાપી 3 ઈંચ,ધંધુકામાં પોણા 3 ઈંચ, આણંદમાં 2.5 ઈંચ, લીંબડીમાં 2.5 ઈંચ, અંજારમાં સવા 2 ઈંચ, મહુધામાં સવા 2 ઈંચ, પોરબંદરમાં 2 ઈંચ, ગળતેશ્વરમાં 2 ઈંચ, ટંકારામાં 2 ઈંચ, પાદરામાં પોણા 2 ઈંચ, રાણાવાવમાં પોણા 2 ઈંચ, વસોમાં પોણા 2 ઈંચ, ભાણવડમાં પોણા 2 ઈંચ, થાનગઢમાં પોણા 2 ઈંચ, કપરાડામાં પોણા 2 ઈંચ, ખંભાતમાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. 

ખેડૂતો ખુશખુશાલ

ગુજરાતના 152 તાલુકામાં મેઘરાજાએ બેટિંગ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દેશના લોકો વરસાદથી ખુશ દેખાઈ રહ્યા છે કારણ કે આ વખતે વરસાદ સમયસર આવ્યો છે. દર વર્ષે વરસાદ મોડો થતાં ખેડૂતોમાં નિરાશ થાય છે પરંતુ આ વખતે વરસાદ સમયસર થતાં ખેડૂતોમાં ખુશ છે.
 
gujarat-rain-farmer-happy

નોંધપાત્ર બાબત એ છે કે, ગુજરાતમાં 30 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભાવનગરનો પણ સમાવેશ થાય છે. 

29મી જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગરમાં ધમાકેદાર બેટિંગ કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30મી જૂને વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ શક્યતા છે. 

Previous Post Next Post