Gujarat Weather : મેઘરાજાએ ધડબડાટી બોલાવી, ભારેથી અતિભારે વરસાદની આગાહી
8 જૂને દેશમાં પ્રવેશ્યા બાદ ચોમાસું 25 જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચ્યું હતું. આથી રાજ્યમાં મેઘરાજાની પધરામણી થતાં જ તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ હતી. રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદી વાતાવરણ આગાહી કરી છે. હવામાન વિભાગે બુધવારે દક્ષિણ ગુજરાતમાં સતત પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમ જેમ ચોમાસાનું આગળ વધે છે તેમ તેમ ગરમી ઓછી થતી જાય છે.
સવારથી છેલ્લા બે કલાકથી તાપી, વલસાડ, જૂનાગઢ, ડાંગ, નવસારી સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પડી રહ્યો છે. સોનગઢમાં સૌથી વધુ 42 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ વલસાડના વાપીમાં 28 મીમી અને જૂનાગઢ માણાવદરમાંમાં 24% ટકા વરસાદ નોંધાયો હતો. હાલમાં પણ દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ અપેક્ષા છે, રાજ્યના લગભગ તમામ ભાગોમાં વરસાદની અપેક્ષા છે. કેટલાક સ્થળોએ ભારેથી વરસાદ શક્યતા છે. તેમણે બુધવારે જણાવ્યું હતું.
ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત
આ પછી શુક્રવારે સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, અને અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, ભરૂચમાં ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે
દક્ષિણ ગુજરાતના ભાગોમાં શનિવાર અને રવિવારે પણ ભારે વરસાદ શક્યતા છે. જ્યાં નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
માછીમારોને ચેતવણી આપવામાં આવી
માછીમારોને પણ ભારે વરસાદ અને ભારે પવનના ચેતવણી આપવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં માંડવી (કચ્છ), મુંદ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર ભરૂચ, દહેજ, મગદલ્લા, અને દમણના એલર્ટ કરાયા છે. અહીં પવનની ઝડપ 40-45 કિમી/કલાક રહેવાની ધારણા છે.