હવામાન વિભાગનો અંદાજ છે કે અષાઢ મહિનામાં ભારે વરસાદ બાદ આજથી વરસાદ બંધ થઈ શકે છે. હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસની સુધી ચોમાસાની સ્થિતિ આગાહી કરી છે. આ સાથે જ ચોમાસાના સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે. આ આગાહીથી ગુજરાતીઓને થોડી રાહત મળી શકે છે.
અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રવિવારે બપોરે જણાવ્યું હતુ કે, ચોમાસું પાંચ દિવસ સામાન્ય રહેશે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે સૌરાષ્ટ્ર અનેક દેશના અન્ય ભાગોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ શક્યતા છે.
હવામાન અહેવાલ મુજબ આજથી ત્રણ દિવસ સુધી વરસાદની કોઈ ચેતવણી નથી. આજથી દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને ઉત્તર ગુજરાતમાં મહિસાગરના મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
આવતીકાલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરના ભાગોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. આ સાથે દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં અથવા સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે.
ચોમાસાની સિઝનમાં અવિરત વરસાદને કારણે રોગચાળો કાબૂ બહાર ગયો હતો. હાલમાં, અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ વિભાગ મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે ઓપરેશન ટ્રીગર ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જે શાળા સ્કુલ અને કોમર્શિયલ વિસ્તારના બાંધકામની એકમને ચેકિંગ કરવામાં આવશે
વલસાડ જિલ્લામાં એક સપ્તાહના ભારે વરસાદની બાદ આજે સવારથી બપોર સુધીમાં વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાંજના સમયે ફરી વરસાદ પડ્યો હતો. વરસાદ બંધ થયો હોવા છતાં મધુબન ડેમમાં 18000 ક્યુસેક પાણીની વહી રહ્યુ છે, જેથી ડેમના ચાર દરવાજા ખુલ્લા છે. જિલ્લામાં ભારે વરસાદની થવાની સંભાવના છે.